હયાત માતા-િપતાની છત્રછાયામાં, વહાલપનાં બે વેણ બોલીને નીરખી લેજો…
હોઠ અડધા બીડાઇ ગયા પછી, ગંગાજળ મૂકીને શું કરશો…
અંતરના આિશવૉદ આપનારને, સાચા હ્રદયથી એક પળ ભેટી લેજો…
હયાતી નિહ્ હોય ત્યારે નત મસ્તકે, છબીને નમન કરીને શું કરશો…
કાળની થપાટ વાગશે, અલિવદા એ થઇ જશે, પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહી ફ્રે…
લાખ કરશો ઉપાય, એ વાત્સલ્ય લહાવો નિહ્ મળે, પછી દીવાનખંડમાં તસ્વીર મૂકીને શું કરશો…
માત-િપતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે, અડસઠ તીરથ એમનાં ચરણોમાં, બીજાં તીરથ ના ફરશો…
સ્નેહની ભરતી આવીને ચલી જશે પલમાં,પછી કીનારે છીપલા વીણીને શું કરશો…
હયાત હોય ત્યારે હૈયું એમનું ઠારજો, પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખશો…
પંચ ભૂતમાં ભળી ગયા પછી આ દેહનાં અિસ્થને ગંગામાં પધરાવીને શું કરશો…
સ્ર્વ બનીને ઘડપણની લાકડી તમે બનજો, હેતથી હાથ પકડીને ક્યારેક તીથૉમાં સાથે ફરજો…
માતૃદેવો ભવ, િપતૃદેવો ભવ સનાતન સત્યછે, પછીસમનામ સત્ છે બોલીને શું કરશો…
પૈસા ખચૅતાં સઘળુ મળશે, માતા-િપતા મળશે નિહ્, ગયેલો સમય નિહ આવે, લાખો કમાઇ ને શું કરશો…
પ્રેમ હાથ ફેરવીને ‘બેટા’ કહેનાર નિહ્ મળે, પછી ઉછીનો પ્રેમ લઇને, આંસું સારીને શું કરશો…
April 23, 2009 at 10:52 am
Yes, Always respects yr parents.
June 12, 2009 at 7:59 pm
true they are living god in temple of home…I have tribute my perents by so many poem and song which you can listen..when they were with me I never hert them…I am greatful to them…