Ψ 3 નો સંગમ -1 ψ
અદ્યાત્મના ક્ષેત્રમાં ૩ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ મહત્વના છે. સાધનાના ક્ષેત્રમાં ૩ ઇડા, પિંગલા અને સુષુમ્ણા ત્રણ નાડીઓનું યોગદાન જરુરી છે. સમયના પરિપ્રેક્ષ્યમાં ભૂતકાળ, વતઁમાન અને ભવિષ્યકાળનું સંયોજન બધા જ ક્ષેત્રોમાં પોતાનો ભાગ ભજવે છે. ત્રયોગુણ વિભાગમ શ્રીમદ ભગવદ ગીતાએ સત્વગુણ્ રજોગુણ અને તમોગુણની વિશદ ચર્ચા કરી છે. માણસને દૈહિક, દૈવિક અને ભૌતિક એમ ૩ દુઃખો કાયમ સતાવે છે.
ધનની દાન, ભોગ અને નાશ – એમ ૩ સ્થિતિ શાસ્ત્રોમાં કહી છે.
માનવ જાતિના ૩ ભાગ પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુસંકલિંગ.
પ્રાણાયામમાં પુરક, કુંભક અને રેચક.
વ્રુક્ષોમાં પવિત્ર — બીલી, પીપળો અને આસોપાલવ.
૩ નદીઓનો સંગમ – ગંગા, જમના અને સરસ્વતી.
હિંદુ ધર્મનું શ્રેષ્ઠ ઓળખચિહ્ના – ઓમ – અ – ઉ – મ.
કલ્યાણનું સુત્ર – સત્યમ્, શિવમ અને સુંદરમ્.
ત્રિગુણાત્મક સર્જનો – દેવો, દાનવો અને માનવ.
ગીતામાં યોગ – કર્મયોગ, ગ્યાનયોગ અને ભક્તિયોગ.
ઋષિઓમાં – રાજર્ષિ, દેવર્ષિ અને મહર્ષિ.
August 21, 2008 at 6:06 am
ખુબજ સુંદર પ્રસ્તુતિ…
ફક્ત જાણકારી માટે, ૐ એ ઈશ્વરનું પ્રતિક છે. જ્યારે હિંદુ ધર્મનું પ્રતીક સ્વસ્તિક છે.